PM Surya Ghar Yojana: કેન્દ્રની મોદી સરકારે કેબિનેટ બેઠકમાં આજે પીએમ સૂર્ય ઘર યોજાનાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સાથે જ આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવનારા 1 કરોડ ઘરોને 300 યુનિટ ફ્રી વીજળી તો મળશે સાથે દર વર્ષે 15000 રુપિયાની કમાણી પણ થઈ શકે છે.નવી દિલ્હીઃ કેબિનેટે પીએમ સૂર્યા ઘર ફ્રી ઇલેક્ટ્રિસિટી સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 300 યુનિટ બાદ તેને વાર્ષિક 15 હજાર રૂપિયાની આવક પણ થશે. 13 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ આ યોજના લોન્ચ કરી હતી.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2 કિલોવોટ (કેવી) રૂફટોપ પ્લાન્ટમાંથી 60 ટકા અને તેના બેન્ચમાર્ક ખર્ચ પર સબસિડી આપવામાં આવશે, જે ભારત સરકાર નાણાકીય સહાય તરીકે આપશે. જ્યારે 2 કેવી બાદ જે વ્યક્તિ 1 કેવી એક્સ્ટ્રા લગાવવા માંગે છે, તેના ખર્ચ પર 40 ટકા સબસિડી આપવામાં આવશે.કેટલી સબસિડી મળશે? – અનુરાગ ઠાકુરે કહ્યું કે 3 કિલોવોટના પ્લાન્ટની કિંમત 145000 રૂપિયા હશે, જેના પર સરકાર તરફથી 78000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો સરળતાથી લાભ લેવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ આ પોર્ટલ પર અરજી કરી શકે છે અને રૂફટોપ પેનલના વિક્રેતા અને ઉત્પાદકની પસંદગી કરી શકે છે.વિક્રેતા આ પેનલને ઇન્સ્ટોલ કરે તે પછી, તેને મીટર કરવામાં આવશે અને પ્રમાણપત્ર પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ સરકાર સબસિડીની રકમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા તમારા બેંક ખાતામાં મોકલશે, જ્યારે બાકીની રકમ માટે સરકાર દ્વારા સસ્તી લોનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
કેવી રીતે કમાશો? – કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 300 યુનિટ મફત વીજળી મળ્યા બાદ ગ્રાહકો પૈસા બચાવી શકશે. આ ઉપરાંત નેટ મીટરિંગ દ્વારા વધારાના યુનિટ વેચવાથી પણ આ સોલાર પેનલ મૂકનારને કમાણી થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.