આ સમયે તમને ખ્યાલ આવે કે તમને ગેસ સિલન્ડર 300 રૂપિયા ઓછા ભાવે મળી રહ્યો છે તો તમે તેને માટેના પ્રયાસ કરશો. જો તમારી ઈનકમ 10 લાખ રૂપિયા છે તો તમને એલપીજીની સબ્સિડી મળશે નહીં. આ ઈનકમ પતિ અને પત્નીની આવકને મિક્સ કરીને ગણાય છે.
આ સમયે ચર્ચા છે કે સરકારે સબ્સિડી આપવાનું બંધ કર્યું છે. આ સમયે પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે એલપીજી પર સબ્સિડી ખતમ થઈ નથી પણ તેને જરૂરિયાતમંદને આપવામાં આવી રહી છે. આ સાથે પીએમ ઉજ્જવલા યોજનાના આઘારે ગેસ સિલિન્ડર પરની સબ્સિડી 174.80 રૂ.થી વધારીને 312.80 રૂ. કરાઈ છે.
આધાર કાર્ડની મદદથી એલપીજી સબ્સિડી મેળવવા માટે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવો જરૂરી છે અને સાથે મોબાઈલ નંબર ગેસ એજન્સી સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. જો આધાર લિંક નહીં હોય કે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો આ સુવિધા મળશે નહીં.
જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ થઈ જશે તો તમે UID <Aadhar number> ટાઈપ કરીને ગેસ એજન્સીના નંબર પર મોકલીને તેને રજિસ્ટર્ડ કરી શકો છો. આમ કરતાં મોબાઈલ પર જાણકારી મળી જશે.
જો તમે મોબાઈલ નંબરથી એસએમએસની મદદથી તેને રજિસ્ટર્ડ કરાવી શકતા નથી તો તમે ઈન્ડેનની ગેસ એજન્સીની ટોલ ફ્રી નંબર 1800 2333 5555 પર કોલ કરીને કર્મચારીને કહો કે તમારું આધાર લિંક કરવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.