PMC બેંક કૌંભાડ: EDએ દિલ્હીમાં રૂ.100 કરોડની કિંમતની 3 હોટેલો ટાંચમાં લીધી

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ (PMC) કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન દિલ્હીમાં 100 કરોડ રૂપિયાની ત્રણ હોટલો ટાંચમાં લીધી છે. આ કેસ સાથે સંકળાયેલા અધિકારીઓએ શુક્રવારે તેની જાણકારી આપી. તેમણે કહ્યું હતું કે એજન્સીએ અત્યાર સુધીમાં રૂ. 360 કરોડની નોન-પ્લેજ પ્રોપર્ટી ટાંચમાં લીધી છે, જે એચડીઆઈએલનાં પ્રમોટરો રાકેશ અને સારંગ વાધવન સાથે સંકળાયેલી છે.

ગયા વર્ષે PMC બેંક કૌભાંડ બહાર આવ્યું હતું. મની લોન્ડરિંગ તપાસનો આ એક અનોખો કેસ છે, કારણ કે પહેલીવાર ઇડીએ બેંકને મોર્ટગેજ રાખેલી સંપત્તિઓ સાથે કાર્યવાહી કરી નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બેંકનો કબજો સંભાળનારી ભારતીય રિઝર્વ બેંકની સલાહ સાથે આ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ કહ્યું કે ઇડીએ નવેમ્બર 2019 માં એચડીઆઈએલની મોર્ટગેજેડ સંપત્તિમાંથી પૈસા વસૂલવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યું હતું.

શુક્રવારે સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવી છે તેમાં હોટલ કોનક્લેવ બુટિક એ -20 કૈલાસ કોલોની, હોટલ કોનક્લેવ કમ્ફર્ટ ડી -150, પૂર્વ કૈલાસ, અને હોટલ કોનક્લેવ એક્ઝિક્યુટિવ સી -22, કાલકાજીનો સમાવેશ થાય છે. તેમના પર આરોપ છે કે તુલા રાઅલટર્સ પ્રાઈવેટ લિમિટેડ, એમ / એસ દિવાન રીએલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ અને રાકેશકુમાર વાધવાન, રોમી, મહેરા અને એમ / એસ લિબ્રા હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર; તે ADIL સાથે સંકળાયેલ કંપનીઓની માલિકીની છે. બીજા અધિકારીએ જણાવ્યું કે આ ત્રણેય હોટલો હવે ફૈબ હોટલ તરીકે ઓળખાય છે.

એન્ટિ મની લોન્ડરિંગ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પણ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તપાસમાં માલૂમ પડ્યું છે કે એમ / એસ લિબ્રા રીઅલટર્સ પ્રાઈવેટ લિમિટેડ, એમ / એસ દિવાન રીયલટર્સ પ્રાઈવેટ લિમિટેડે છેતરપિંડી દ્વારા પીએમસી બેંક પાસેથી 247 કરોડ રૂપિયા લીધા, તે એચડીઆઈએલ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા પીએમસી બેંક પાસેથી લેવામાં આવેલી 6117 કરોડ રૂપિયાની લોનનો જ એક ભાગ છે.

ઇડીએ ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL), તેના પ્રમોટરો રાકેશકુમાર વાધાવન, સારંગ વાધવાન, બેંકના ચેરમેન વારયામ સિંઘ, તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસ અને અન્ય સામે તપાસ શરૂ કરી હતી. ઇડીએ મુંબઇ પોલીસની આર્થિક ગુનાખોરી શાખા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.