PMC કૌભાંડમા ચોથા ખાતેદારનું મોત થયું, 10.50 કરોડની રોકડની નોંધ જ રાખી નથી

મુંબઈ: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્ક ગોટાળામાં ચોથા ખાતેદારનું મોત થયું છે. મુલુંડ વિસ્તારમાં રહેતા મુરલીધર નામના ખાતેદાર લાંબા સમયથી બીમાર હતા. તેમના ખાતામાં 80 લાખ રૂપિયા હતા. સારવાર માટે રિઝર્વ બેન્કના નિયંત્રણને કારણે તેઓ વધુ નાણાં ઉપાડી શકતા નહોતા. યોગ્ય ઇલાજ ન થવાથી તેમનું મોત થયું હતું.

દરમિયાનમાં બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર જોય થોમસે બેન્કમાં નોંધ વિના રૂ. 10.50 કરોડની રોકડ એચડીઆઈએલને આપી દીધી હોવાનું આરબીઆઈ નિયુક્ત વહીવટકર્તાના આદેશથી બેન્કે નીમેલી આંતરિક તપાસ ટુકડીની તપાસમાં બહાર આવ્યું છે.

રૂ. 10 કરોડના અનેક ચેક જારી કરવામાં આવ્યા

હાલમાં પીએમસીની નાણાકીય લેણદેણની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એચડીઆઈએલ અને તેની સંબંધિત કંપનીઓ દ્વારા રૂ. 10 કરોડના અનેક ચેક જારી કરવામાં આવ્યા હતા, પરંતુ બેન્કમાં તે જમા કરાયા નહોતા એવું બહાર આવ્યું છે. ઉપરાંત બેન્કની નોંધમાંથી અન્ય રૂ. 50-55 લાખની રોકડ પણ ગુમ છે. કથિત ચેક છેલ્લાં બે વર્ષમાં જોય થોમસને મોકલવામાં આવ્યા છે. બેન્કની નોંધવહીમાં આ એન્ટ્રીઓ નથી, જેને અર્થ થોમસે આ ચેક જમા કર્યા જ નહોતા અને એચડીઆઈએલની પાર્ટીઓને કેશ આપી દીધી હતી. તેણે બિનહિસાહી રકમ પોતાના ખિસ્સામાં સેરવી લીધી હોવાનું પણ બહાર આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.