મુંબઈઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(પીએમસી) બેન્કના કૌભાંડમાં આરોપી રિયલ એસ્ટેટ કંપની એચડીઆઈએલના પ્રમોટર તેમની એટેચ સંપતિ વેચીને રકમ ચુકવવા માટે તૈયાર છે. કંપની પર બેન્ક અધિકારીઓની સાથે સાંઠગાંઠ કરીને 4335 કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ છે. બુધવારે એચડીઆઈએલના પ્રમોટર રાકેશ અને સારંગ વાધવાને નાણાં મંત્રાલય, આરબીઆઈ અને તપાસ એજન્સીઓને પત્ર લખ્યો. તેમાં તેમણે રોલ્સ રોયસ અને એરક્રાફટ સહિત 18 એટેચ સંપતિઓની હરાજી કરવાની વાત કરી છે.
મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા(EOW)એ પીએમસી બેન્ક ગોટાળાને લઈને કેસ નોંધયો છે. બુધવારે પોલીસે પીએમસી બેન્કના પૂર્વ નિર્દેશક સુરજીત સિંહ અરોડાની ધરપકડ કરી લીધી છે. આ ગોટાળામાં પાંચમી મોટી ધરપકડ છે. અગાઉ એચડીઆઈએલના પ્રમોટર રાકેશ અને સારંગ વાધવાન(પિતા-પુત્ર), બેન્કના પૂર્વ ચેરમેન વરયામ સિંહ અને પૂર્વ એમડી જોય થોમસની પણ ધરપકડ થઈ ચૂકી છે.
બેન્કમાં લોન ગોટાળાને કારણ આરબીઆઈએ ગત મહીને પીએમસી પર 6 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો હતો અને ગ્રાહકો માટે રકમ વિડ્રોઅલની સીમા 1000 રૂપિયા કરી હતી. બાદમાં આ લિમિટ 10 હજાર અને પછી 25 હજાર અને સોમવારે 40 હજાર રૂપિયા કરવામાં આવી. પ્રતિબંધ લાગુ રહેવા સુધી એકાઉન્ટહોલ્ડર્સ બેન્કમાંથી માત્ર 40 હજાર રૂપિયા જ વિડ્રો કરી શકશે. ગોટાળાને કારણે હજારો એકાઉન્ટહોલ્ડર્સના પૈસા બેન્કમાં ફસાઈ ગયા છે. આરબીઆઈના આદેશની વિરુદ્ધ એકાઉન્ટહોલ્ડર્સ સતત પ્રદર્શન કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.