કોરોના વાઇરસની મહામારીને જોતા બનાવવામા આવેલા પીએમ કેર ફંડમાથી સરકારે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મંગળવારના રોજ સરકારે જાહેર કરેલા નિવેદનમા જણાવ્યુ કે, આ 2000 કરોડ રૂપિયાથી મેડ ઇન ઇન્ડિયાના વેન્ટિલેટર ખરીદવામા આવશે. જેનો ઉપયોગ કોરોના વાઇરસના દર્દીઓ માટે ઉપયોગમા લેવામા આવશે. પીએમ કેર તરફથી અને તેના સિવાય 1000 કરોડ રૂપિયા પ્રવાસી શ્રમિકો માટે પણ ફાળવવામા આવ્યા.
કોરોના વાઇરસની સામે જાહેર કરેલી લડાઇમા આ 50,000 વેન્ટિલેટરને કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલને આપવામા આવશે. જ્યાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર ચાલુ છે.
પીએમઓ દ્વારા જાહેર કરવામા આવેલા નિવેદન મુજબ, તેમાથી 30,000 વેન્ટિલેટરનુ નિર્માણ ભારત ઇલેકટ્રોનિક્સએ જાહેર કરવામા આવશે. જો કે 20,000 વેન્ટિલેટરને એગ્વા હેલ્થકેર્સ AMTZ બેસિક સહિત બીજી દેશી કંપનીઓ બનાવશે.
આ 50,000માથી અત્યાર સુધીમા 2923 વેન્ટીલેટર બનાવી લીધા છે, જેમા 1340 વેન્ટીલેટરતો રાજ્યોને ફાળવી દીધા છે. જેમકે, મહારાષ્ટ્રને 275, દિલ્હીને 275, ગુજરાતને 175, બિહારને 100, કર્ણાટકને 90 અને રાજસ્થાનને 75 વેન્ટીલેટર આપવામા
આવ્યા છે, જુન મહિનાના આખરમા વધુ 14,000 વેન્ટીલેટર રાજ્યોને આપવામા આવશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ કેર્સને લઇને સતત કોંગ્રેસ પાર્ટી સહિત અન્ય પક્ષોએ વિરોધ કર્યો હતો. વિપક્ષે તો પીએમ કેરના ફંડની સમગ્ર જાણકારી સાર્વજનિક કરવાની માંગણી કરી છે. જોકે તે ફંડ ગરીબોને આપવા માટેની માંગણી કરવામા આવી હતી.
પીએમ કેરને લઇને RTI દાખલ કરવામા આવી છે. જો કે તેની જાણકારી બહાર પાડી નથી. પરંતુ ત્યાર પછી કેન્દ્ર સરકારે પોતે જાહેર કર્યુ કે, પીએમ કેરનુ સ્વતંત્ર ઓડિટ કરવામા આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.