પીએમસી બેંક ગોટાળા મામલે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યુ કે, ગોટાળાને અંજામ આપવા માટે 21 હજાર 49 બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાં ચોકાવનારી વગત એ સામે આવી કે, જે બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. તેમા મૃતક વ્યક્તિઓના નામે સૌથી મોટા પ્રમાણમાં બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા.
45 દિવસમાં આ તમામ ખાતામાં નાણા જમા કરવામાં આવ્યા. આ ખાતાનો રિપોર્ટ આરબીઆઈને પણ સોંપવામાં આવ્યો હતો. આરબીઆઈની તપાસમાં સામે આવ્યુ હતુ કે, 44માંથી 34 ખાતા બોગસ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંકના કૌભાંડના કારણે બેંકની જમા મુડી પર અસર થઈ છે.
આરબીઆઈને ખોટી માહિતી આપવાનો આરોપ
પીએમસી પર એનપીએ અંગે આરબીઆઈને ખોટી માહિતી આપવાનો આરોપ છે. આ પહેલા બેંકના ચેરમેન એસ. વરયામસિંહને મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બેંકના નિદેશક જોય થોમસને મુંબઈની એક કોર્ટે 12 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.