પીએમ મોદી નવ વખત ચીન ગયા છતાં સરહદ સળગતી : અહેમદ પટેલ

લદ્દાખ સરહદે ચીન સાથે ચાલી રહેલા વિખવાદની પૃષ્ઠભૂમિમાં શનિવારે કોંગ્રેસે વડાપ્રધાન મોદીના ચીન પ્રવાસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના અનેક પ્રવાસ છતાં સરહદ પર આ સિૃથતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આ સંદર્ભમાં ટ્વીટ કરી વડાપ્રધાન મોદીની ઝાટકણી કાઢી હતી.

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે શનિવારે એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ચીને આપણા ક્ષેત્ર પર ફરી કબજો કરી લીધો છે તો ચીનના સત્તાવાર પ્રવાસોની યાદીનો એક ઉલ્લેખ કરવો જરૂરી છે.

વર્ષ 1947 પછી મોદીજી એકમાત્ર એવા નેતા છે, જે નવ વખત ચીન ગયા છે. મોદીએ પાંચ વખત વડાપ્રધાન તરીકે અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીનનો પ્રવાસ કર્યો છે. મનમોહનસિંહ બે વખત, નહેરૂજી, રાજીવજી, નરસિંહ રાવજી અને વાજપેયી જીએ એક-એક વખત ચીનનો પ્રવાસ કર્યો છે.

અહેમદ પટેલે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ અનેક વખત ચીનનો પ્રવાસ કરવા છતાં આજે આપણે આ સિૃથતિમાં છીએ. પટેલે કહ્યું, સિક્કિમ સરહદ પર 1967માં કોંગ્રેસ સરકાર હેઠળ ચીન વિરૂદ્ધ આપણો નિર્ણાયક વિજય થયો હતો.

ભારતે દુશ્મનને ખૂબ જ નુકસાન પહોંચાડયું અને તેને પાછળ ખદેડી દીધું હતું અને સિક્કિમના લોકોનો વિશ્વાસ જીત્યો હતો. આ ચીનને 1962 જોરદાર જવાબ હતો. તેમણે સવાલ કર્યો હતો કે, ભારત-ચીન સંબંધો માટે મોદી સરકારે કહ્યું હતું કે તેને તેઓ ઘણા આગળ લઈ જશે. શું તેનો આૃર્થ આપણી સરહદ પર જે થઈ રહ્યું છે તેની સાથે હતો કે પછી કૂટનીતિક સંબંધો સાથે હતો?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.