PM મોદી તરફથી બિહારને આ ભેટ: મત્સ્ય સંપદા યોજના, ઈ ગોપાલા એપ લૉન્ચ

બિહારમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને કેટલીક ભેટ આપી. પીએમ મોદીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને લોન્ચ કરી, સાથે જ બિહારના કેટલાક જિલ્લામાં યોજનાઓનો શિલાન્યાસ કર્યો.

પીએમ મોદીએ અહીં ઈ-ગોપાલા એપને લોન્ચ કરી. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને અન્ય નેતા હાજર રહ્યા.

આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે પૂર્ણિયામાં સિમેન્ટ ફેક્ટરીની શરૂઆત થઈ રહી છે. જેની આધારશિલા 2018માં મૂકવામાં આવી હતી અને આજે ઓછા સમયમાં તૈયાર થઈ ગઈ છે. બિહારમાં 89 ટકા આબાદી ગામમાં રહે છે, જેમાંથી મોટા ભાગના લોકો કૃષિ પર નિર્ભર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી રહેલી આ ભેટોને ચૂંટણી સિઝનની શરૂઆત માનવામાં આવી રહી છે. આ દરમિયાન પીએમ મોદી આજે ઈ-જ્વાલા એપ્લિકેશનની શરૂઆત કરશે. સાથે જ બિહારના અલગ-અલગ વિસ્તારો માટે ભેટ આપશે.

ભાજપ દ્વારા જારી કરવામાં આવ્યુ પોસ્ટર

સપ્ટેમ્બરના અંત સુધી બિહારમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ શકે છે. આ ચૂંટણી નવેમ્બર સુધી પૂરી કરવામાં આવશે, આ વખતે કોરોના અને પૂરનું સંકટ છે. આ કારણ છે કે ઓછા તબક્કામાં જ ચૂંટણી પૂરી કરી શકાય છે.

ગત દિવસોમાં સીએમ નીતીશ કુમારની વર્ચુઅલ રેલી દ્વારા જેડીયુના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હવે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલી આ ભેટને ભાજપના અભિયાનની શરૂઆત માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન દ્વારા કોરોના સંકટ કાળમાં બિહારના લોકો માટે સંબોધિત આ પહેલી રેલી હશે. ભાજપ તરફથી વારંવાર કહેવામાં આવ્યુ છે કે એનડીએ નીતીશ કુમારની અધ્યક્ષતામાં જ ચૂંટણી લડશે. જોકે NDAમાં જ સામેલ એલજેપીના ચિરાગ પાસવાન સતત નીતીશ કુમાર વિરૂદ્ધ મોર્ચો ખોલેલા છે. એવામાં અત્યારે થનારી ટિકિટ વહેંચણીના સમયે શુ થશે, જેની પર સૌની નજર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.