પીએમ મોદીએ 50000 કરોડ રૂપિયાની ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનુ આજે વિડિયો કોન્ફરન્સિંગથી લોન્ચિંગ કર્યુ હતુ.
આ યોજનાના માધ્યમથી લોકડાઉન દરમિયાન પોતાના વતનમાં પાછા ફરેલા લાખો મજૂરોને રોજગાર આપવામાં આવશે.આ લોન્ચિંગ દરમિયાન પાંચ રાજયો બિહાર, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓરિસ્સાના સીએમ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યુ હતુ કે, આજે જ્યારે બિહારના લોકો સાથે વાત કરી રહ્યો છું ત્યારે ગર્વ થાય છે કે, લદ્દાખ મોરચે પરાક્રમ દેખાડનારા જવાનો બિહારના છે.તેના પર દરેક બિહારીને ગર્વ હોવો જોઈએ.શહીદ જવાનોના પરિવારજનોને વિશ્વાસ આપવા માંગુ છું કે, દેશ તમારી અને સેનાની સાથે છે
આ દરમિયાન પીએમ મોદીએ સીતા નામની ગામડાની એક મહિલાને પૂછ્યુ હતુ કે, તમે કેટલુ ભણેલા છો.ત્યારે મહિલાએ કહ્યુ હતુ કે, હું ઈન્ટર સુધી ભણેલી છું.ઉલ્લેખનીય છે કે, આ મહિલા લોકડાઉનમાં દિલ્હીથી પોતાના પરિવાર સાથે પાછી ફરી હતી.
જેને લઈને પીએમ મોદીએ તેને પૂછ્યુ હતુ કે, માર માટે તમને કોઈ ફરિયાદ છે. પીએમના પૂછવા પર સીતાએ કહ્યુ હતુ કે, હું મધમાખીઓ પાળવાના વ્યવસાય માટે વિચારી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.