અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યુ હતું. રોડ શો બાદ બંને મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ ગયા હતા જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતથી ભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય લખાશે’
આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન પણ જોઈ રહ્યા છે. પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હાઉવડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત ‘નમસ્તે ટ્રમ્પ’થી કરી રહ્યા છે. આટલી લાંબી મુસાફરી પછી પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર સીધો સાબરમતી આશ્રમ ગયા હતા.
પીએમ મોદીએ જણાવ્યું કે ‘આ ગાંધીની ધરતી છે પરંતુ અહીંયા આખા હિંદુસ્તાનનો ઉત્સાહ છે. આ બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનિયા અને ઇવાન્કા તેમજ જેરેડની ઉપસ્થિતિ ભારત અમેરિકાના સંબંધોને પરિવાર જેવી મીઠાસ અને ઘનિષ્ઠતાની ઓળખાણ આપે છે.
પીએમ મોદીએ કહ્યું, ‘નમસ્તેનો અર્થ ખૂબ ઉંડો છે. આપણે વ્યક્તિને જ નહીં પરંતુ તેની અંદર વ્યાપેલી દિવ્યતાને વંદન કરીએ છીએ. આ સમારોહ માટે હું ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતમાં રહેતા અન્ય દેશવાસીઓનું અભિવાદ કરૂં છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.