PM મોદી વિશે ટિપ્પણી કરનાર આર્મી જવાન સાથે યુવક બાખડ્યો, વાઈરલ વીડિયોમાં મોટો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટીપ્પણી કરી રહેલા અમદાવાદ કેન્ટોમેન્ટમાં ફરજ બજાવતાં આર્મી જવાન સાથે યુવકે બાખડી પડયો હતો. જે વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો સાથેના લખાણમાં અમદાવાદ આર્મી કેન્ટોન્મેન્ટમાં ફરજ બજાવતાં આર્મી જવાનએ આ રીતની ટીપ્પણી કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.

આ વિડીયોમાં આર્મી જવાન સાથે દલીલ કરતાં યુવકે આમ હમારે પીએમ કી ઈજ્જત નહી કર રહે હો, તો પાકિસ્તાન કે પીએમ કી ઈજ્જત કરોગે તેમ કહેતો જણાય છે.

સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલા વિડીયો સાથેના લખાણમાં, યહ હમારે ભારતીય સેના કા જવાન હૈ, જો અહમદાબાદ મિલીટ્રી કેન્ટોમેન્ટ મેં મિલટ્રી પુલીસ કે સ્થાન પર કાર્યરત હૈ. મે આપ સભી સે વિનંતી કરતાં હું ઈસ વિડીયો સેના જનરલ બિપીન રાવત તક પહુચે ઔર ઈસ સેના કે કર્મચારી પર સખ્ત સે સખ્ત કાર્યવાહી કી જાયે. જય હિન્દી ભારત માતા કી જયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિડીયો તેના લખાણની અમે પુષ્ટી કરતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.