વારાણસીમાં વીજ પૂરવઠો પૂરો પાડવામાં લાપરવાહી બદલ સરકારે પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમના ડાયરેક્ટર અંશુલ અગ્રવાલને નિચલી પાયરીએ ઉતારી દીધા છે.તેમનુ ડિમોશન કરાયુ છે.
ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ અંશુલ અગ્રવાલ પર બેદરકારીના આરોપો લાગ્યા બાદ કાર્યવાહી કરી છે. વારાણસીના ચૌધી સબ ડિવિઝનમાં 7 જુલાઈથી 18 કલાક અને 21 જુલાઈથી 36 કલાક સુધી વીજળી ગૂલ રહેવા બદલ અગ્રવાલને ડિમોટ કર્યા છે.
સરકારના કહેવા પ્રમામે સરકાર તમામ વિસ્તારોમાં વીજળી આપવા માટે કટિબધ્ધ છે. જેમાં બેદરકારી દાખવશે તેને છોડવામાં નહી આવે. આ પહેલા પણ પાવર કોર્પોરેશનના 31 અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ કાર્યવાહી કરવાના આદેશો અપાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.