ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર સતત નિશાન સાધી રહી છે. આજે ભાજપે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડને લઈને કોંગ્રેસ પર આકરી ટિપ્પણી કરી. પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આરોપ લગાવ્યો કે ભારતના લોકોએ પોતાના જરૂરિયાતમંદ સાથી નાગરિકોની મદદ માટે આમાં દાન કર્યુ હતુ પરંતુ આના રૂપિયા એક પરિવારના સંગઠનમાં હસ્તાંતરણ કરવામાં આવ્યા.
જેપી નડ્ડાએ કહ્યુ, પીએમએનઆરએફ સંકટમાં લોકોની મદદ કરવા માટે બનાવવામાં આવ્યુ હતુ પરંતુ યુપીએ કાર્યકાળમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને રૂપિયા દાન કરવામાં આવી રહ્યા હતા. પીએમએનઆરએફના બોર્ડમાં કોણ બેઠુ હતુ? સોનિયા ગાંધી. આરજીએફના અધ્યક્ષ કોણ છે? સોનિયા ગાંધી.
સમગ્ર રીતે નિંદનીય, નૈતિકતાની ઉપેક્ષા, પ્રક્રિયાઓ અને પારદર્શિતાને લઈને કોઈને કંઈ ચિંતા નથી. ભાજપ અધ્યક્ષે કહ્યુ, ભારતના લોકોએ પોતાના સાથી નાગરિકોને જરૂરિયાતમંદના સમયે મદદ કરવા માટે પોતાની મહેનતની કમાણીને પીએમએનઆરએફમાં દાન કર્યુ હતુ. આ સાર્વજનિક ધનને પરિવાર ચલાવવા સંચાલિત એક ફાઉન્ડેશનમાં હસ્તાંતરિત કરવા ના માત્ર એક સંગીન છેતરપિંડી છે પરંતુ ભારતના લોકોને એક મોટો દગો પણ આપ્યો છે.
અગાઉ શુક્રવારે મધ્ય પ્રદેશની વર્ચ્યુઅલ જનસંવાદ રેલીને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ હતુ કે 2017માં દોકલામ ગતિરોધ દરમિયાન રાહુલ ગાંધી ગુપ્તરીતે ભારતમા ચીનના રાજદૂતની સાથે દિલ્હીમાં વાત કરી રહ્યા હતા. આજે ગલવાન ખીણને લઈને પણ કોંગ્રેસ દેશને ગુમરાહ કરી રહી છે. સાથે જ તેમને ચીન પાસેથી રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે મોટી રકમ મળી છે. તેમણે કહ્યુ કે ગલવાન ખીણમાં થયેલી ઘટના પર પણ કોંગ્રેસે રાજનીતિ કરી છે.
આ તે જ કોંગ્રેસ છે જ્યારે 2017ના ઓગસ્ટમાં ચીન અને ભારતનો વિવાદ ચાલી રહ્યો હતો, તે સમયે રાહુલ ગાંધી ચીનના રાજદૂત સાથે ખાનગી મુલાકાત કરી રહ્યા હતા. ગલવાન ખીણના વિષયને લઈને તમામ રાજકીય દળોએ કહ્યુ કે મોદીજી દેશ માટે અમે સૌ એક સાથે છીએ. આપ આગળ વધો અમે સૌ સાથે છીએ. માત્ર એક પરિવારે તેમની નિયત અને નીતિ પર પ્રશ્ન કરવાનુ શરૂ કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.