PNBને અબજોમાં ઠગનારા નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી 28મીએ

– ઇંગ્લેન્ડની હાઇકોર્ટે મોદી ભાગી જાય એવી શંકાથી પાંચમી વાર જામીન અરજી ફગાવી

 

ઇંગ્લેન્ડની કોર્ટે, ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ બે અબજ અમેરિકી ડોલરની ઠગાઇ કરનાર, હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીના રીમાન્ડ ૨૮ એપ્રિલ સુી લંબાવ્યા છે. એ  દિવસે પ્રત્યાર્પણ કેસની વધુ સુનાવણી હાથ રાશે. ભારત સરકાર નીરવ મોદીને પાછો ભારત ભેગો કરવા માગે છે. જે માટે આરોપી તૈયાર નથી.

૧૯ માર્ચ, ૨૦૧૯ના રોજ જેને અટક કરાયો હતો એ નીરવ મોદી (૪૯) નૈઋત્ય લંડનમાં આવેલી વાન્ડઝૂવર્થ જેલમાં છે. લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ  કોર્ટમાં સુનાવણી વેળા નીરવ જેલમાંથી  વીડિયો લિન્ક મારફતે ઉપસ્થિત રહ્યો હતો. આગામી ૨૮ એપ્રિલે થનારી સુનાવણીમાં પણ આરોપી વીડિયો લિન્ક મારફતે જ કોર્ટમાં હાજરરહેશે, એમ કોર્ટના અકિારીએ કહ્યું.

મોદીની કાનૂની ટુકડી અને એના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર વતી કાર્યવાહી કરતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા લોયર્સ ઓન્લી કેસ મેનેજમેન્ટ હીઅરિંગ કરાયું હતું. હવે ૧૧-૧૫ મે દરમિયાન પાંચ દિવસની ટ્રાયલ યોજાશે.

કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૃરી બન્યુ હોવાથી ઇગ્લેન્ડમાં મોટાભાગના કોર્ટ કેસમાં  શક્ય હોય ત્યાં સુી વીડિયોલિન્ક અને ટેલિફોનિક વિકલ્પો અપનાવાય છે.

મોદીને જ્યાં રખાયો છે એ વાન્ડઝવર્થ જેલ, ઇંગ્લેન્ડની મહત્તમ ગીચોગીચ જેલોમાં સ્થાન રાવે છે. આરોપીએ ગયા મહિને હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે પાંચમી વાર રજૂઆત કરી હતી. મોદી જામીન  મળતા ભાગી જઇ શકે એવું જોખમ લાગવાથી કોર્ટે એની આ અરજીને પણ ફગાવી દીી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.