પોરબંદરના સૂર્યરન્નાદે મંદિરનો,રહેલો છે ખૂબ જ મહિમા,જાણો…

પોરબંદરમાં નિર્મિત કલ્યાણકારી સૂર્યમંદિરના. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં સૂર્યદેવ પોતાના અર્ધાંગીની દેવી રન્નાદે સાથે દર્શન આપે છે.

આમ તો ભારતવર્ષમાં સુર્યદેવના વિવિધ મંદિરો આવેલા છે પરંતુ ગુજરાતનું એક એવુ ધામ જ્યાં પત્ની રન્નાદે સંગ ભગવાન ભાસ્કરના દર્શન કરી શકાય છે. પોરબંદરથી 16 કી.મી દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલું છે બગવદર ગામ.

જ્યાં ગામના સીમાળા પાસે આવેલું સૂર્ય રન્નાદે મંદિર વિશ્વમાં પ્રથમ એવું મંદિર હશે કે જ્યાં પતિ પત્ની સાથે બિરાજમાન છે. ભગવાન ભાસ્કરના આ ધામની બાંધણી ઘણી જ અનોખી છે. વર્ષ દરમિયાન એપ્રિલ માસમાં સૂર્યનું પ્રથમ કિરણ બંન્ને પ્રતિમા પર જ પડે છે આ વાત તમામ ભક્તો માટે કોઈ ચમત્કારથી ઓછી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.