પીઓકેથી ભારત આવેલા પરિવારને કેન્દ્ર 5.5 લાખની સહાય આપશે

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના વિસ્થાપિત પરિવારો માટે પાંચ લાખ રૂપિયાની સહાયને મંજૂરી આપી દીધી છે. 1947માં જે લોકો વંચીત રહી ગયા હોય અને બાદમાં જમ્મુ કાશ્મીરમાં આવીને વસ્યા હોય તેમને આ લાભ આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ લાભ આશરે 5300 જેટલા પરિવારને આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર એક વંચિત પરિવારને 5.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જોકે આ સહાય માત્ર એક વખત જ મળશે. આવા પરિવારો પોતાની રોજીરોટી માટે ભટકે નહીં તેને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું.

સાથે જ આ 5300 પરિવારનો ભારતીય નાગરિક તરીકે સમાવેશ કરવાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 1947માં તેઓ વિસ્થાપિત થયા હતા, આ નાગરિકો પીઓકેથી કાશ્મીરમાં આવ્યા હતા, અને બાદમાં ત્યાં આશરો ન મળતા અન્ય રાજ્યમાં જતા રહ્યા હતા. બાદમાં ફરી કાશ્મીર આવીને વસ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.