એન્ટી કરપ્શન ડેના દિવસે જ જયપુર એસીબીની ટીમે સવાઈ માધોપુરમાં એડિશનલ એસપી તરીકે ફરજ બજાવતા અધિકારી ભેરુલાલને 80000 રુપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
જયપુર એસીબીની ટીમના મોટા અધિકારીઓ ઓપરેશનમાં સામેલ હતા.સવાઈ માધોપુરના એક સરકારી અધિકારી મહેશ ચંદ પાસે ભેરુલાલે 80000 દર મહિને રુપિયાની લાંચની માંગણી કરી હતી.પરેશાન સરકારી અધિકારીએ એસીબી હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો હતો.એ પછી જયપુરની ટીમે ભેરુલાલના બંગલા પર દરોડો પાડ્યો હતો.
આ દરોડોના એક કલાક પહેલા જ ભેરુલાલે લોકોને લાંચ નહીં આપવા માટે અપીલ કરતુ ભાષણ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, કોઈ પણ લાંચ માંગે હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરો અને લાંચનુ દુષણ ખતમ કરવામાં મદદ કરો.આ ભાષણના એક કલાક બાદ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસના કહેવા પ્રમાણે ભેરુલાલ દર મહિને મહેશ ચંદ પાસે 80000 રુપિયાનો હપ્તો લેતા હતા અને તેનાથી મહેશચંદ કંટાળી ગયા હતા.આખરે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.