સુરતના વરાછા વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી કિશોરીને ભગાડી જનારા વિધર્મી યુવકની પોલીસે કરી ધરપકડ…

સુરતના વરાછા વિસ્તારમાં લગ્ન કરવાની લાલચ આપીને પાડોશી યુવક કિશોરીને ભગાડી ગયો હતો. જો કે, બાદમાં કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી આથી, બીજા જ દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસે તેને ઝડપી લીધો અને બાદમાં પોલીસે પૂછપરછ કરતા સમગ્ર ઘટના અંગેની કબૂલાત કરી હતી. આથી, પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો અને પોલીસે સીસીટીવીની તપાસ કરતા વિધર્મી યુવક કિશોરીને લઇ ગયો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

અને આવી ઘટના તાજેતરમાં જ સુરતના ખટોદરા વિસ્તારમાં એક 14 વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તરૂણી ધોરણ-7માં અભ્યાસ કરે છે. જો કે, ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જો કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આરોપી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.