ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટિલ વરણી કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીનો કાર્યકાળ પુરો થતાં નવા પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટિલની પસંદગી કરવામાં આવી છે.
આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પુરો થઈ ગયો છે. જો કે ત્યાર બાદ અનેકવાર સંગઠનમાં ફેરફારોની અટકળો વહેતી થઈ હતી. પરંતુ પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની નિયુક્તિ કરવામાં આવતા આ અટકળોનો આજે અંત આવી ગયો છે.
વર્ષ 1975માં ગુજરાત પોલીસમાં જાડાયા હતા. સુરત પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી સ્વીકારી હતી. પોલીસ વિભાગમાં કોઈ સંગઠન ન હતું તેમા સંગઠન બનાવવા પ્રયાસ કર્યો હતો જેા તેમને સફળતા ન મળતા તેમણે નોકરી છોડી દીધી હતી
1988 સુધી ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર સી. આર. પાટીલે પોલીસમાંથી રાજીનામું આપીને બીજા વર્ષે પત્નીના નામે ડાઈંગ મિલ શરૂ કરી હતી. પાટીલ એ શાહ અને મોદીના અંગત વિશ્વાસું માણસ છે. મોદીએ વારાણસીના કેમ્પેઈન માટે પણ પાટીલની પસંદગી કરી હતી. જેઓ મહિનાઓ સુધી સુરત છોડીને વારાણસીમાં રોકાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.