અમદાવાદ નિકોલ ખાતે પોલીસે સરકારી કર્મચારીઓ ભેગા થાય તે પહેલા અટકાયત કરી છે.અને જેમાં કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્સન સહિતની અન્ય માંગણીઓ માટે આયોજન કર્યું હતું. તેમાં સભાનું આયોજન શહિદ વીર મંગલ પાંડે હોલમાં રાખવામાં આવ્યું હતું. તેમાં સભાનું આયોજન થાય તે પહેલા શહીદવીર મંગલપાંડે ઓડીટોરિયમની આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.તથા તમામ આવતા જતા વાહનચાલકોની પૂછતાછ કરવામાં આવી રહી છે.
નિકોલમાં કર્મચારી અધિકાર સભા પહેલા 15થી વધુ લોકોને ડીટેઇન કરાયા છે. તથા શહીદવીર મંગલ પાંડે હોલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. તેમાં અમદાવાદ, નિકોલના શહીદવીર મંગલપાંડે હોલ ખાતે આજે કર્મચારી અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.અને આ સભાનું આયોજન કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા ત્રણ મુદ્દાને લઈને કરવામાં આવ્યું હતું. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર / કોન્ટ્રાક્ટ / આઉટસોર્સ પ્રથા બંધ કરવા તેમજ કેન્દ્રના ધોરણે સ્વીકારેલ 7માં પગારપંચના તમામ લાભોને અમલ જૂની અસરથી કરવા હેતુ કરવામાં આવ્યું હતું.
તેમજ કર્મચારીઓ ભેગા થાય તે પહેલાં પોલીસે હોલના મુખ્ય દરવાજા બંધ કરાવી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સભામાં આવેલા કર્મચારીઓને પણ ડીટેઇન કરવામાં આવ્યા છે.અને આ સભાને પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાને કારણે 15 જેટલા લોકોને ડી ટેઇન કરવામાં આવ્યા છે.
મંગલ પાંડે હોલ ખાતે પોલીસે પરમિશન રદ્દ કરતા કર્મચારીઓ નિકોલ ખોડીયાર મંદિર પાસે એકઠા થયા હતા. 2૦૦થી વધુ કર્મચારીઓ ભેગા થયા હતા. જે અંગેની માહિતી પોલીસને મળતા પોલીસનો કાફલો ખોડીયાર મંદિરે પહોંચી ભેગા થયેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.અને આગળના દિવસોમાં પોતાની માગો માટે કર્મચારી યાત્રા સહિતના અન્ય કાર્યક્રમો પણ કરવાની ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.