દૂધસાગર ડેરી કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તથા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિતના કેટલાક આરોપીઓ સામે CID ક્રાઈમ વિભાગે સ્પેશિયલ કોર્ટમાં 21000 પાનાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જેની સુનાવણી તા. 15મી એપ્રિલના રોજ શરૂ કરાશે. CID ક્રાઈમના તપાસ કરતા અધિકારીઓએ ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફથી સ્પેશ્યલ કોર્ટમાં વિપુલ ચૌધરી, નિશિથ બક્ષી સહિત અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.અને જેમાં CRPCની કલમ 164 હેઠલ 23 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ ચાર્જશીટના આધારે કોર્ટે તમામ આરોપીઓને એક નોટિસ ફટકારી છે.

મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન રહેવા મામલે વિપુલ ચૌધરીએ વર્ષ 2013માં મહારાષ્ટ્રને કુલ રૂ.22.50 કરોડનું સાગરદાણ નિઃશુલ્ક મોકલ્યું હતું. વર્ષ 2014માં ફેડરેશનમાં રહેલા અન્ય ડાયરેક્ટર્સે આ અંગેનો ખર્ચો ચૂકવવાની અસહમતી દર્શાવી હતી. જેના કારણે મહારાષ્ટ્રમાં દુકાળગ્રસ્ત વિસ્તારમાં મોકલાવાલા સાગરદાણના પૈસા દૂધસાગર ડેરીને મળી શક્યા ન હતા. જેના કારણે દૂધસાગર ડેરીને આર્થિક રીતે મોટું નુકસાન થયું હતું. આ નુકસાનનો વિવાદ વકરતા મામલો રાજ્યના રજીસ્ટાર સુધી પહોંચી ગયો હતો. રાજ્યના સહકારી રજીસ્ટ્રારે ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ 1961ની કલમ અન્વયે મળેલી સત્તાની રૂએ આ પૈસા કલમ 63 હેઠળ તાત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરી પાસેથી કેમ ન વસુલ કર્યા એવી નોટીસ આપી હતી.અને પછી ચૌધરીએ બોનસ અને ડિપોઝીટ લઈને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી નાંખ્યું હતું. જોકે, આ મામલે હજુ સુધી વિપુલ ચૌધરીએ કોઈ રીતે નિવેદન આપ્યું નથી. મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોની ઉચાપતના કેસમાં વિપુલ ચૌધરીનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિપુલ ચૌધરી અને તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર નિશીથ બક્ષીએ બોનસની ૮૦ ટકા રકમ કર્મચારીઓ પાસેથી ખોટી રીતે લઈ લીધી હતી.

એ પછી આ રકમ ભેગી કરીને અંગત રીતે કોઈ મોટું રોકાણ કર્યું હતું. ડેરીની તા.12.8.2019ના રોજ મળેલી બેઠકમાં આરોપીએ કોઇ હોદ્દો ન ધરાવતા હોવા છતાં બેઠકમાં હાજરી આપી હતી, જે કેટલાક ડાયરેક્ટર્સને ખટક્યું હતું. દૂધસાગર ડેરીની અન્ય બ્રાંચ તથા એકમ રાજસ્થાન અને હરિયાણામાં પણ આવેલા છે. પણ તમામ વહીવટ મહેસાણાથી કરવામાં આવે છે.અને આ એકઠી થયેલી રકમનું રોકાણ જૈનમ ઈન્ડસ્ટ્રી અને જ્વેલરીમાં કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં કુલ 2200 સાક્ષીઓને દર્શાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.