પોલીસમાં દાઢી અને મૂછને લઈને ઘણા કડક નિયમો છે ભારતીય પોલીસ સેવા યુનિફોર્મ રૂલ્સ 1954 મુજબ, પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં દાઢી રાખી શકતા નથી. પરંતુ ભારતના કેટલાક રાજ્યોમાં પોલીસકર્મીઓને મોટી મૂછો રાખવા માટે બોનસ મળે છે. ત્યારે આ રાજ્ય કયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
સેના અને પોલીસમાં દાઢી અને મૂછને લઈને ઘણા કડક નિયમો છે ભારતીય પોલીસ સેવા યુનિફોર્મ રૂલ્સ 1954 મુજબ, પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં દાઢી રાખી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કેટલાક રાજ્યોમાં પોલીસકર્મીઓને મોટી મૂછો રાખવા માટે બોનસ મળે છે.
ઈન્ડિયન પોલીસ સર્વિસ યુનિફોર્મના નિયમો અનુસાર, પોલીસકર્મીઓ સરસ રીતે કટિંગ કરેલી અને રૂઆબદાર મૂછો જ રાખી શકે છે. મૂછો રાખવા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગના પોલીસકર્મીઓને મોટી મૂછો રાખવા માટે 250 રૂપિયા સુધીનું માસિક ભથ્થું મળે છે. હકીકતમાં આની પાછળનો વિચાર પરંપરાને પુનર્જીવિત કરવાનો છે. કહેવાય છે કે આ પરંપરા અંગ્રેજોના સમયથી ચાલી આવે છે. મૂછ રાખવાને શક્તિ, આદર અને સત્તાનું પ્રતીક માનવામાં આવતું હતું.
આ સિવાય મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પોલીસકર્મીઓને મૂછ રાખવા માટે માસિક 33 રૂપિયાનું ભથ્થું મળે છે. બિહારમાં પણ તત્કાલિન ડીઆઈજી મનુ મહારાજે તેમના એક ASIને તેમની મૂછ માટે ઈનામ આપ્યું હતું.
દેશના અલગ-અલગ રાજ્યોમાં દાઢી અને મૂછને લઈને અલગ-અલગ નિયમો હોય છે, કેટલાક રાજ્યોમાં કોઈ સક્ષમ અધિકારી અથવા વરિષ્ઠ અધિકારીની મંજૂરીથી ધાર્મિક કારણોસર દાઢી રાખવાની છૂટ મળે છે. તો ક્યાંક તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
દેશમાં શીખ પોલીસકર્મીઓ સિવાય કોઈને પણ દાઢી રાખવાની છૂટ નથી. જો કોઈ અન્ય ધર્મના પોલીસકર્મી કોઈપણ કારણસર દાઢી રાખવા માંગે છે તો તેમણે આ માટે વિભાગની પરવાનગી લેવી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.