શહેરમાં વેક્સિનનો પહેલો ડોઝ ન લેનાર વિલિયમ જોન્સ પિઝાના 4 અને ક્રિષ્ના રેસ્ટોરન્ટના 3 કર્મચારી વિરુદ્ધ પોલીસે ગુનો કર્યો દાખલ જાણો વિગતો

ભક્તિનગર પોલીસે આ 7 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તમામને વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત છે. છતાં આજે વિલિયમ જોન્સ પિઝાના 4 અને ક્રિષ્ના રેસ્ટોરન્ટના 3 કર્મચારી સહિત 7 કર્મચારીઓ મળી આવ્યા હતા. જેમણે વેક્સિનનો પહેલો ડોઝ ન પણ લીધો ન હતો. જેને પગલે ભક્તિનગર પોલીસે આ 7 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

વેક્સિન નહી લીધી હોય તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ પોલીસ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા તમામ હોટલ માલિક અને દુકાનદારો તથા કર્મચારીઓ લારી ગલ્લા ધારકો, હેર સલૂન – બ્યુટી પાર્લરના કામ કરતા લોકો જે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓને વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત લીધેલ હોવા જોઈએ તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેથી આજે ભક્તિનગર પોલીસે પકડી પડેલા શખ્સોમાંથી માસ્તર સોસાયટીમાં રહેતા પ્રેમસિંગ નવલસિંગ રોકા,રાજેશભાઇ રામસીંગ થાપા અને ક્રિષ્ના રેસ્ટોરન્ટના નન્દસિંહ દિલુસિંગ ઠકુરી,80 ફૂટ રોડ પર આવેલી વિલિયમ જોન્સ પીઝાના વેઈટર રાજેશકુમાર જીબચ મંડલ,સરોજકુમાર દુખીયા મહેરા,ધરવીન જગદીશભાઇ ચમાર અને કમલ ગરભુ મંડલ સામે કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે વ્યક્તિએ વેક્સિન નહી લીધી હોય તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.