પોલીસનું નામ પડતા જ લોકોના મનમાં એક ડર જોવા મળે છે અને પોલીસનું નામ સાંભળતા જ લોકોના મનમાં એક ક્રૂર વ્યક્તિની છબીની તૈયાર થઇ જાય છે. પણ ઘણી વખત પોલીસની માનવતાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે અને કોરોનાની મહામારી વચ્ચે પોલીસે ભૂખ્યા લોકો માટે પોલીસ સ્ટેશનની બહાર કે પછી અન્ય જગ્યા પર રસોડા પણ શરૂ કર્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. તો ક્યારેક આરોપીઓના બાળકોની જવાબદારી પણ પોલીસે ઉઠાવી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે સુરત પોલીસનો એક માનવતાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે સુરતના SP ઉષા રાડા દ્વારા એક હત્યાની ઘટનામાં નિરાધાર બનેલા 4 બનેલા ચાર બાળકોની જવાબદારી ઉઠાવી છે
મળતા રિપોર્ટ અનુસાર સુરતના પલસાણાના વરેલીમાં સંગીતા લોખંડે નામની મહિલા તેના ચાર બાળકોની સાથે રહેતી હતી. અને સંગીતાના પતિનું નિધન થયું હતું. તેથી તેના ચાર બાળકોની જવાબદારી પોતાના પર જ આવી ગઈ હતી. સંગીતાના ચાર સંતાનમાં બે દીકરા અને બે દીકરીનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા સંગીતાના ભત્રીજા દ્વારા જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. સંગીતાની હત્યા થયા બાદ તેના ચાર બાળકો નિરાધાર થઇ ગયા હતા. માતાના મોત બાદ નિરાધાર બનેલા ચાર બાળકો પ્રત્યે સંવેદના રાખીને તેમના શિક્ષણ, ઉછેર અને પુન:વસંની જવાબદારી સુરતના SP ઉષા રાડાઓ ઉઠાવી છે. આ ચારેય બાળકો જ્યાં સુધી પોતાના પગભર નહીં થાય ત્યાં સુધી ચારેય બાળકોને જમવા, રહેવા અને શિક્ષણની જવાબદારી ઉષા રાડા ઉઠાવશે. હાલ તો આ ચારેય બાળકોને કામરેજ ખાતે આવેલા વાત્સલ્ય ધામમાં રાખવામાં આવ્યા છે.
મહત્ત્વની વાત છે કે, પોલીસ અધિકારી ઉષા રાડા કડક છાપ ધરાવે છે. અને તેઓ કુંટણખાના અને અન્ય અત્યાચારોમાંથી ઘણી મહિલાઓને બહાર લાવીને સમાજમાં લાવ્યા છે. હાલ પોલીસ અધિકારી ઉષા રાડા સુરત ગ્રામ્યમાં પોલીસ અધિક્ષક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. મહત્ત્વની વાત એ પણ છે કે, છેલ્લા 45 વર્ષના સમયમાં સૌપ્રથમ વખત સુરત ગ્રામ્યમાં પોલીસ અધિક્ષકની જવાબદારી મહિલા IPSને સોંપવામાં આવી છે. IPS અધિકારી ઉષા રાડા ગુજરાત પોલીસમાં મહિલા અધિકારી તરીકે ખૂબ જ અલગ છબી ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.