પટનાના બોરિંગ રોડ ચોક પાસે રોડ વચ્ચે જ એક છોકરીએ હાઇ વૉલ્ટેજ ડ્રામા કર્યા. છોકરી, પોલીસકર્મીઓ સાથે સાથે ઘટનાસ્થળ પર વીડિયો બનાવી રહેલા મીડિયાકર્મીઓ પર પણ ભડકી ઉઠી.
ઉલ્લેખનીય છે કે રાત્રિ લોકડાઉન દરમિયાન છોકરી હેલમેટ વિના પોતાની સ્કૂટી પર ફરી રહી હતી. આ દરમિયાન પોલીસની નજર તેના પર પડી પછી તેને રોકવામાં આવી અને પોલીસ તેનું ચલાન કાપવા લાગી.
છોકરી ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓને ધમકાવવા લાગી અને બોલવા લાગી કે તમે લોકો માંરુ ચલાન નહીં કાપી શકો. સરકાર સમજ્યા વિચાર્યા વિના લોકડાઉન કરી દે છે. આ લોકડાઉનથી સામાન્ય લોકોને કેટલી પરેશાની થઈ રહી છે, સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. છોકરી પોલીસને ધમકાવતા બોલી કે જો મારું ચલાન કાપ્યું તો હું તમારા બધાનું ચલાન કપાવી દઇશ
છોકરીને દરેકે ખૂબ પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કોઇની પણ વાત માનવા તૈયાર ન થઈ. એટલું જ નહીં ઘટનાસ્થળ પર પટનાના SSP ઉપેન્દ્ર શર્માને બોલાવવાની જિદ્દ પર અડગ રહી. બોલવા લાગી કે આજે 11 વાગ્યે મારે ટ્રેન પકડવાની છે. છેલ્લા 3 કલાકમાં પોતાના ઘરથી સ્ટેશન જવાની ગાડી શોધી રહી છું
છોકરી જે મનમાં આવ્યું એ બોલતી રહી. અહીં સુધી કે તેણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે અભદ્ર ટિપ્પણી કરી. આ દરમિયાન પોલીસ મહિલાને સમજાવતી રહી, પરંતુ તે ઊલટી બોલાબોલી કરી રહી હતી. એટલું જ નહીં છોકરીએ પોલીસકર્મીઓને ધમકાવતા કહ્યું કે તેની ઘણા મોટા લોકો સાથે ઓળખાણ છે. જો મારું ચલાન કાપ્યું તો દરેકની નોકરી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.