સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનો અમલ કર્યા બાદથી જ જાહેર જનતા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આવું જ કંઇ અમદાવાદના ખમાસા વિસ્તારમાં બન્યું. પરંતુ આ મામલે મહત્વની વાત એ છે કે ચાલક પાસે લાઇસન્સ તેમ જ હેલ્મેટ હતું પરંતુ ગાડીના જરૂરી ડોક્યૂમેન્ટ ન હતા. આથી ચાલક યુવાને ગાડીના ડોક્યૂમેન્ટ ઘરેથી મંગાવી આપુ છું તેમ કહેતા પોલીસ જવાનોને એટલો ગુસ્સો આવ્યો કે, યુવાનને ગડદાપાટુનો માર મારી હોસ્પિટલ પહોંચાડી દીધો.
અમદાવાદના ખમાસા પાસે વિક્ટોરિયા ગાર્ડન પાસેની આ ઘટના છે. જ્યાં અમરાઈવાડીના મહાલક્ષ્મી એપાટમેન્ટમા રહેતો ૨૨ વર્ષનો યુવાન એકટિવા પર પોતાના સાથી કર્મચારી સાથે ઇસ્કોન તરફ જઈ રહ્યો હતો ત્યારે વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિઁક પોલિસ રોક્યો હતો.
ધીરજ મકવાણા એ હેલમેટ તેમજ લાયસન્સ સાથે રાખીને ગાડી રોકી ત્યારે બતાવતા તે પોલિસએ માન્ય ના રાખીને ગાડીના કાગળિયા માંગ્યા હતાં. તે યુવકે તે મોબાઈલમા મંગાવું છું તેમ કહ્યી ને મેમો ના ફાડવાની અપિલ કરી હતી. પરંતુ અંગે ની ઉગ્ર રજુઆતો બન્ને સાથી કર્મચારીઓ કરતા ફરજ પરના ટ્રાફિક પોલીસ તેમજ અન્ય પોલિસ કર્મચારીઓ એ દલીલો નહિ કરવાની અને ઉચા અવાજે વાત નહિ કરવાની વાત કહીને રકઝક બાદ તેજ જગ્યા પર તે યુવાનને ધીબી નાંખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.