ત્યારે વલસાડ આરોગ્ય વિભાગના ડોકટરની ટિમ અને ધરમપુર પોલીસને મળેલી બાતમીને આધારે પંગારબારી ગામે જાદવ ફળીયા ખાતે ક્લિનિક ચલાવતા હોય રેઇડ કરતા ઉજ્જલ વીરેન્દ્ર મહન્તાને ઝડપી લીધો હતો. જેની પાસે થી અંદાજીત 52,200 ની દવાઓ ઇન્જેક્શનનો જથ્થો કબ્જે લેવાયો તેમજ ગ્લુકોઝની બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે. મહત્વ નું છે કે બોગસ તબીબને પોલીસે ધરપકડ કરતા સ્થાનિક ગામના અગ્રણીઓ ડોક્ટરની ભલામણ કરવા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા સ્થાનિકોનું કહેવું હતું કે સરકારી દવાખાના માં આવતા તબીબો 10 વાગ્યા આવ્યા બાદ 4 વાગ્યે જતા રેહતા હોય ત્યારે તેમની ગેરહાજરી માં આવા તબીબ જ સ્થાનિકો ને સેવા આપતા હોય છે.
સામાન્ય તાવ શરદી ઉધરસના દર્દીઓ માટે ધરામપુર સુધી આવવું સમય ગાડી ભાડું અને સમય વેડફવો એના કરતાં તો સ્થાનિક કક્ષાએ આવા તબીબો જે 24 કલાક સેવા આપતા હોય તેઓ પાસે કેમ સ્થાનિકોના જાય આવા તબીબો સામે કાર્યવાહી કરો એના કરતાં સરકારી આરોગ્ય વિભાગ 24 કલાક તબીબોની સેવા સરકારી દવાખાના માં આપે એવો આક્ષેપ કર્યો હતો. જોકે આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસમાં પણ ધરમપુરના અન્ય વિસ્તારો માંથી આવા ડોક્ટરો ઉપર કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે એવુ કહીને આગળ ની તપાસ હાથ ધરી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.