પોલીસની નોકરી અન્ય સરકારી નોકરી કરતા અલગ, કેટલાક લોકો ભોળા પોલીસકર્મીને ગેરમાર્ગે દોરે છેઃ શિવાનંદ ઝા

ગાંધીનગર. શિક્ષકોનો 2800નો ગ્રેડ-પે સ્થિગત કરવામાં આવ્યા બાદ રાજ્યના વિવિધ વિભાગોના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા ડિજિટલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પોલીસ વિભાગ દ્વારા પણ ગ્રેડ-પેને વધારવામાં આવે તેવી માગ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આજે જણાવ્યું છેકે, પોલીસની નોકરી ગૌરવપ્રદ છે, પોલીસ વિભાગ પર ડાઘ લાગે તે ચલાવી લેવાશે

નહીં. પોલીસની નોકરી એક સેવા છે અને પગારની ચિંતા કરનારાએ પોલીસની નોકરી પસંદ ન કરવી જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, પોલીસની નોકરી અન્ય સરકારી નોકરી કરતા અલગ છે. કેટલાક લોકો ભોળા પોલીસકર્મીઓને ગેરમાર્ગે દોરે છે. સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે અંગે ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવે છે. આવી તમામ પ્રવૃત્તિ અને તેમાં સામેલ તમામ લોકો ઉપર, ખૂબ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.