ગુજરાત માંથી છેક રાજસ્થાન માં રેવ પાર્ટી મનાવવા ગયેલા સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ ને રાજસ્થાન પોલીસે ઝડપી લેતા પોલીસ બેડા માં આ મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો છે.
રાજસ્થાન ના હલ્દીઘાટી પાસેના ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં રેવ પાર્ટી ચાલતી હતી અને જે અંગે સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસે તમામ ને શાંતિ થી વાત કરવા જણાવવા છતાં નશામાં તુન થઈ ગયેલાઓ એ ભારે દેકારો મચાવતા પોલીસે હોટલ સંચાલક અને તમામ 24 સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે.
હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, અને લાંભવેલના યતીનકુમાર પટેલ સહિત 9 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.