પોલીસ પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે,16 સ્થાનો પર લાગ્યા ચેક પોસ્ટ

કેમપી (કુંડલી -મોનસર- પલવલ) પર સુરક્ષા વ્યવસ્થા માટે 20 કંપની લગાવવામાં આવી છે. આ કંપનીઓ 6 ડીએસપી અને 17 ઈન્સપેક્ટરના માર્ગદર્શનમાં કામ કરશે. જામ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ખરાબ કરનાર પર તંગ કસવામાં આવશે.

ખેડૂતો શનિવારે સવારે 8 વાગ્યાથી રવિવારની સવારના 8 આવ્યા સુધી 24 કલાક સુધી કેએમપી જામ રાખવાની ચેતવણી આપી ચૂક્યા  છે. એએમપી પર 6 ડીએસપીના નેતૃત્વમાં 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 12 તથા પોલીસની આઠ કંપનીઓ તૈનાત રહેશે. 6 ડીએસપીની સાથે 17 ઈન્સપેક્ટરની ડ્યૂટી લગાવવામાં આવી છે. આ સાથે રાઈ, કુંડલી તથા ખરખોડા સ્ટેશનમાં સુરક્ષા ટીમ બનાવવામાં આવી છે.

એસપી જશ્નદીપ સિંહ રંધાવાએ ખેડૂતોને કેએમપી જામને લઈને 16 સ્થાનો પર પોલીસ નાકા લગાવ્યા છે. આ તમામ નાકા પર પોલીસકર્મી તૈનાત રહેશે. દરેક ગતિવિધિ અને વાહનો પર નજર રખાશે.

નેશનલ હાઈવે 44 પર જમ્મુ, હિમાચલ, ચંડીગઢ તથા અંબાલા તરફથી અવરજવર કરવાનું કહ્યું છે. એજ રીતે નેશનલ હાઈવે 71 એના માધ્યમછી દિલ્હીમાં પ્રવેશવાનું જણાવ્યું છે.

14 એપ્રિલે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જયંતી પર સંવિધાન બચાવો દિવસ મનાવવામાં આવશે. એક મેએ દિલ્હીએ બોર્ડર પર મજૂર દિવસ મનાવવામાં આવશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.