સુરતનાં પલસાણામાં દારુની મહેફિલ પર ત્રાટકી પોલીસ ; વિદેશી મહિલા સહિત બે ડઝન લોકોની અટકાયત.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારુની હેરફેર કરતા બુટલેગરો પોલીસના હાથે ઝડપાઇ જતા હોય છે. આવી જ રીતે અનેક વખત માલેતુજાર પરિવારના નબીરાઓ પણ દારૂની મહેફિલ માણતા હોય છે .ત્યારે પોલીસ દરોડા પાડી તેઓને રંગેહાથે ઝડપી પાડતી હોય છે. આવો જ એક કિસ્સો ગુજરાતના સુરત જિલ્લાના પલસાણામાં થી સામે આવ્યો છે.

જેમાં મહિલાઓ સહિત ૨૫ લોકોને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પલસાણા પોલીસે બાતમીના આધારે અવધ સાંગ્રીલામાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડા પાડયા હતા. ત્યાંથી પોલીસે ૩૦ હજારનો દારૂ અને બે કાર કબજે કરી છે.

એટલું જ નહીં, પોલીસે દારૂની મહેફિલ માણતા ૨૫ લોકોની અટકાયત કરી છે. જે પૈકી ૬ મહિલાઓ છે. જેમાં એક મહિલા બેંગકોંકની હોવાનું જાણવા મળ્યું છે. દારૂની મહેફિલમાં પુરુષો નશામાં રૂપલલનાઓ સાથે રંગરેલિયા મનાવતા હતા.

હાલ તો પોલીસે મહેફિલ માણતાં નબીરાઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.