પોલીસને સહયોગ આપો, જાતે જ લોકડાઉનનો અમલ કરો: પોલીસ વડા શિવાનંદ ઝા

– રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી સંક્રમણ બહાર ન જાય તે માટે શક્ય તેટલા પોલીસ ફોર્સ સાથે ચુસ્ત વ્યવસ્થા

– વતન જતા શ્રમિકો તંત્રને સહકાર આપે તે સમજણ આપવા પોલીસ અધિકારીઓને શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લેવા સૂચના

 

રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં સંક્રમણને ફેલાતું અટકાવવા તથા લોકોને સંક્રમણમાંથી બચાવવા લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજ્યની પોલીસ શક્ય તેટલી વધુ સઘન કામગીરી કરી રહી હોવાનું જણાવી રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી સંક્રમણ બહાર ન જાય તે માટે પેરા મીલેટરી સહિત શક્ય તેટલા વધુ પોલીસ ફોર્સ સાથે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યા છે.

પોલીસને સહયોગ આપો અને જાતે જ લોકડાઉનનો અમલ કરો તેવી લોકોને અપીલ કરતાં શ્રી ઝાએ ઉમેર્યું હતું કે મોટા શહેરોને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવી પોલીસ દ્વારા લોકોની બિનજરૂરી અવર-જવર ઉપર સઘન વોચ રાખવામાં આવી રહી છે.

સંક્રમણ અટકાવવા સરકાર અને વહીવટીતંત્ર તરફથી લેવાયેલા નિર્ણયોના અસરકારક અમલીકરણ માટે રાજ્યની પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે ત્યારે સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી લોકોની અવર-જવર ઉપર મુકવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધનો વધુ કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.