રસ્તા પર કોઈ માસ્ક વગર દેખાયું તો, પોલીસ સામે જ કાર્યવાહી : હાઇકોર્ટ

ઉત્તર પ્રદેશમાં વધતાં કોરોના વાયરસને જોતાં ઈલાહાબાદ હાઇકોર્ટે રાજ્યની યોગી સરકારને લોકડાઉન પર વિચાર કરવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે રાજ્યની સરકાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પ્રભાવિત શહેરોમાં 2થી 3 અઠવાડિયાનું પૂર્ણ લોકડાઉન લગાવવા પર વિચાર કરે. સાથે જ હાઇકોર્ટે સરકારને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની યોજના પર તેજી લાવવા તથા મેદાનોમાં કોવિડ કેર ઊભા કરવા માટે નિર્દેશ આપ્યા છે.

કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું કે વિકાસ તો લોકો માટે છે, જો માણસ જ નહીં રહે તો વિકાસનો શું અર્થ? સંક્રમણ ફેલાયું ને એક વર્ષ થઈ ગયું છે પણ સારવાર માટે કોઈ સુવિધા વધારી શકાઈ નથી. જીવન રહેશે તો અર્થવ્યવસ્થા ફરી સારી થઈ જશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.