સુરત:પોલીસ સાથે સેવાના નામે ટ્રસ્ટ ચલાવી શેખી મારનાર ઘનશ્યામ ઇટાળીયા વિરુઘ્ઘ ગુનો નોઘાંયો

સુરતમાં લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાળીયા એ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કર્યો હતો. આ ટ્રસ્ટ દ્વારા પોલીસના કામમાં સેવા કરવામાં આવે છે. જો તમે પણ જાડાવા માગો છો ? તો આ ગૃપ તમારા માટે છે તેવો મેસેજ સુરત શહેર-જિલ્લાના મોટાભાગના પોલીસ મથકના નામ સાથે વ્હોટ્સ એપ અને ફેસબુક પર વાયરલ કર્યો હતો. જેને લઈને પોલીસે સતર્કતાથી આ ઈસમને ઓળખી લઇ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને તેનો ચહેરો ખુલ્લો પાડ્યો હતો.

આ ફરિયાદ દાખલ થતા ટ્રસ્ટના સંચાલક વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અલગ અલગ મેસેજ વહેતા થયા છે જેમાં આરોપ લગાવાઈ રહ્યો છે કે, આ ઇસમ પોતાને ખુબ વ્યસ્ત બતાવી મોટા માથા સાથે ફોટા પડાવી, ખોટા વટ મારી, પોલીસના મિત્ર બની, ફેસબુક ઉપર ખોટા સિક્કા પાડી, મોટુ નામ બનાવી, ટ્રસ્ટના નામે ફાંકા ફોજદારી કરી મોટી જાહેરાતો કરી લોકોમાં ધોંસ જમાવતો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.