પોલીસ સ્થાપના દિવસ / શહીદોની યાદીમાં 292 નવા નામ ઉમેરાયા, શાહે કહ્યું- દેશને શક્તિશાળી બનાવવામાં ખાખી વર્દીધારિયોની ભૂમિકા મહત્વની

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પોલીસ સ્થાપના દિવસ પ્રસંગે એક પરેડમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દેશ આઝાદ થયા બાદ અત્યાર સુધીમાં 34,800 પોલીસ કર્મી ફરજ પર શહીદ થયા હતા. આ તમામ શહીદોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું હતું કે શહીદોની આ યાદીમાં આ વર્ષ 292 પોલીસ કર્મીના નામ ઉમેરાયા છે. ખાખી વર્દીધારી પુરુષ અને મહિલાઓને લીધે જ આજે ભારત વિશ્વમાં શક્તિશાળી દેશ બની શક્યો છે..

શાહે કહ્યું કર્તવ્યના નિર્વહન માટે બલિદાન આપનાર પોલીસ વીરોને નમન કરું છું. વર્ષ 1959 માં સીઆરપીએફના 10 બહાદુર સૈનિકોએ ઓટોમેટીક શસ્ત્રોથી સજ્જ થઈ ચીનની ટુકડીઓનો સામનો કર્યો હતો અને શહિદ થયા હતા. ત્યારથી શરૂ થયેલી બલિદાનની આ ગાથા આજે અહીં સુધી પહોંચી છે. આ દિવસની તેમના સન્માનમાં પ્રત્યેક વર્ષ રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

તેમણે કહ્યું કે સીમાઓની સુરક્ષા, આતંકવાદ, નક્સલ સમસ્યા તથા ટ્રાફિકનું યોગ્ય સંચાલન વગેરે જેવા કામોને પોલીસ કર્મીઓ અને અર્ધસૈનિક દળો ખૂબ જ સારી રીતે સંભાળે છે. ડ્રગ્સ અને હવાલા કારોબારના અર્થતંત્રને ખતમ કરવા સામે પણ કાર્યવાહી જારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.