સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ વકરી રહ્યો છે કોરોના

ગુજરાત પોલીસના સવા લાખ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયાં છે. આમ છતાં, આજની તારીખે રાજ્યમાં 350 પોલીસ કર્મચારી અને અધિકારી કોરોનાગ્રસ્ત છે. અમદાવાદ શહેરમાં ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ સહિત કુલ 30 પોલીસ કર્મચારી કોરોનાના બીજા ગંભીર રાઉન્ડમાં સંક્રમિત થઈ ચૂક્યાં છે.

ગાંધીનગર પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ,  આજે તા. 4ને શનિવારના દિવસે ગુજરાત પોલીસના કુલ 350 પોલીસ કર્મચારી, અિધકારી કોરોનાની ઝપટમાં આવી ગયાં છે. આ વખતે કોરોનાનું આક્રમણ વધુ વેગીલું હોવાથી વિતેલા અઠવાડિયા દરમિયાન જ ગુજરાત પોલીસમાં પણ કોરોનાનો રોગચાળો આગની જેમ પ્રસરી રહ્યો છે

પ્રથમ તબક્કામાં 91 ટકા પોલીસ કર્મચારી કોરોના રસી લઈ ચૂક્યાં છે. તો, બીજા તબક્કામાં 80 ટકા પોલીસને કોરોના રસી આપી દેવાઈ છે અને કામગીરી ચાલુ છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.