પોલીસ પર હુમલો કરી PCR વાન માં તોડફોડ કરવા મામલે ભાજપના કાર્યકર્તાની ધરપકડ

ઘણી વાર અલગ અલગ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની દાદાગીરી સામે આવે છે. કેટલીક વાર તો પક્ષના કાર્યકર્તા અહંમાં પોલીસને પણ ગણકારતા નથી અને પોલીસ સાથે પણ મારામારી અને દાદાગીરી કરીને રોફ જમાવે છે ત્યારે હવે વડોદર પોલીસે આવાજ એક ભાજપના કાર્યકર્તાની ધરપકડ કરી છે. ભાજપના આ કાર્યકર્તાએ તેના મિત્રો સાથે મળીને પોલીસની સાથે મારામારી કરી હતી અને ત્યારબાદ PCR વાનમાં તોડફોડ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા નવલખી મેદાનમાં ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. વહેલી સવારે વિસર્જન હોવાના કારણે કેટલાક પોલીસકર્મીઓ અને ક્રેન ચાલકો તળાવ પર જ સુતા હતા. જેથી તેઓ વહેલી સવારમાં ગણેશ વિસર્જનની કામગીરી શરૂ કરી શકે. રાત્રીના ત્રણ વાગ્યાના કેટલાક ઇસમોએ તળાવ પર આવીને તળાવની લાઈટો શરૂ કરવા અને ક્રેન ચાલકોને ક્ર્રેન ચાલુ કરવાનું કહીને પોલીસકર્મીઓની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.

આ બોલાચાલી પછી દાદાગીરી કરી રહેલા ઇસમોએ બે પોલીસકર્મીઓને માર માર્યો હતો ત્યાબાદ આ ઇસમો તળાવની બહાર પડેલી PCR વાનમાં તોડફોડ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરીને આ તમામ ઇસમોની શોધખોળ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાને પગલે છાણી યુવક મંડળના કેટલાક યુવકોએ વડોદરા પોલીસ કમિશનરને આવેદન આપીને આ ઘટનામાં ન્યાયિક તપાસની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ભાજપના કાર્યકર્તા નીશીત અમીનનું નામ સામે આવ્યું હતું. તેથી પોલીસે ભાજપના કાર્યકર્તા નીશીત અમીન સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી અને આગળ ની કાયઁવાહી હાથ ઘરવામાં આવી રહી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.