પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં ચાર બાઈકો જપ્ત કરીને આરોપીઓને શોધવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂની પાર્ટીઓ થતી હોવાનું દૂષણ વધી રહ્યું છે.
વલસાડ: 31 ડિસેમ્બર નજીક આવતા જ રાજ્યમાં દારૂ (Liquor) ઘૂસાડવાના અને ઝડપાવાના બનાવો વધી રહ્યા છે. બુટલેગરો (Bootlegger) રાજ્યમાં અવનવી તરકીબો અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
આ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ (Valsad district police) પણ બૂટલેગરોની તમામ તરકીબો પકડી પડવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે.
પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરીને દારૂ પકડી પાડતા હોય છે. બીજી તરફ બૂટલેગરો પણ પોલીસની નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવી રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી માટે તમામ પ્રયાસો કરે છે.
પોલીસે બાઇક સવારોને બાઈક રોકવા માટે ઇશારો કર્યો હતો. જોકે, બાઈક સવારો પોલીસની ટીમને ઓળખી જતા બાઇક પૂર ઝડપે હંકારી મૂકી હતી.
પોલીસે ચારેય બાઈક પારડી પોલીસ સ્ટેશન લાવી હતી અને ચોરખાનામાં છૂપાવેલો 17, 400 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો
. પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા ચાર બાઇક અને વિદેશી દારૂનો જથ્થો મળી અંદાજે 1.37 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બાઇક મૂકીને ફરાર થયેલા ચાલક ખેપીયા એવા રામુ નાનુ કોળી પટે, હિતેશ સુરતી, નરેન્દ્ર ગુલાબ પટેલ અને અનિલ પટેલને વૉન્ટેડ જાહેર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.