કલકત્તાના પાર્ક સર્કસ વિસ્તારમાં શુક્રવાર બપોરે લગભગ સવા બે વાગ્યે બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન પાસે અંધાધૂંધ ગોળીઓ ચાલી હતી અને અહીં ચાડૂપ લેપ્ચા નામના એક પોલીસકર્મીએ 7 રાઉંડ ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. એસએલઆર રાઈફલથી અંધાધૂંધ ગોળીઓ ચલાવીને તેણે બાઈક સવાર એક મહિલાની હત્યા કરી નાખી છે. જ્યારે બાઈક ચાલ ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયો છે અને ફાયરિંગની આ ઘટનામાં એક મહિલા જે ચાલતી જતી હતી, તે પણ ઘાયલ થઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ કલકત્તા પોલીસ પહોંચી ગઈ અને સમગ્ર વિસ્તારને ઘેરાવ કર્યો હતો. પોલીસ કર્મી ચાડુપ લેપ્ચા વિશે જણાવવામાં આવ્યું છે કે, તેણે આજે જ ડ્યૂટી જોઈન કરી હતી અને તેના દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓમાં એક રાહદારી મહિલાનું મોત થઈ ગયું છે. આ મહિલા પર બાઈક પર હતી, અને બાઈક ચાલક પણ ઘાયલ થઈ ગયો છે. મહિલા વિશે હાલમાં વધારે જાણકારી મળી નથી. તો વળી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસ લોકો પાસેથી જાણકારી એકઠી કરી હતી. મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામા આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટના બાદ દુકાનો બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.