- પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારે કરેલા ખચૅનાં ઓડિટ રિપોર્ટમાં થયો ધટસ્ફોટ..
- દરેક ઉમેદવારે કોરોના સામે જંગમાં ચૂંટણી સમયે કરેલો અંદાજે સરેરાશ ખચૅ 3.59..
- તમામ નેતાઓ એ કોરોનાને હરાવવા 1260 ખચ્યૉ..
ચૂંટણી જાહેર થઈ ત્યારથી પરિણામો આવ્યાં ત્યાં સુધી કોરોના સામે લડવાની સામગ્રી માટે ભાજપ, કોગ્રેંસનાં અને આપના 351 ઉમેદવારોએ માત્ર ₹.1260 નો ખચૅ કયૉ હોવાનો ખુલાસો ચૂંટણીખચૅનાં ઓડિટ રિપોર્ટમાં થયો છે.અમદાવાદના સંતોષસિંહ રાજપૂતે રાજ્યના 6 મહાનગર પાલિકાના 144 વોર્ડના 664 ઉમેદવારોએ ચૂંટણી પંચમાં રજૂ કરેલા ચૂંટણી પ્રચારના ખર્ચ રજિસ્ટરનું ઓડિટ કર્યું હતું. જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે. એક ઉમેદવાર પાસે ચૂંટણી ખર્ચમાં 6 લાખનો ખર્ચ કરવાની મર્યાદા હતા. આ મુજબ ચૂંટણી લડેલા ભાજપના 1320, કોંગ્રેસના 117 અને આપના 114 ઉમેદવારોએ 21 કરોડ ખર્ચ કર્યો હતો.
ગાઈડલાઈન્સનો ભાજપ-આપે ભંગ કર્યો હતો ;
રાજ્ય ચૂંટણી પંચે વિવિધ તબક્કે અનુસરવાની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં તમામ રાજકીય પક્ષો નિષ્ફળ ગયા હતા. રેલી અને જાહેરસભાઓમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહોંતું. સેનેટાઈઝર, માસ્ક, ટેમ્પરેચર ગન તથા હાથ ધોવા માટે પાણીની પણ રાજકીય પક્ષો વ્યવસ્થા કરી શક્યા નહોતા. ચૂંટણી જીત્યા બાદ રેલીઓ કાઢવામાં આવી હતી અને પક્ષો દ્વારા અભિવાદન સભાઓ પણ ભરવામાં આવી હતી. ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ દ્વારા સભાઓ યોજાવામાં આવી હતી. આપના કેજરીવાલે પણ મોટી રેલી યોજી હજારો લોકોને ભેગાં કર્યા હતા.
ફેસ માસ્ક, સેનિટાઈઝરની વ્યવસ્થાની ચૂંટણીમાં ગાઈડલાઈન હતી;
રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કોવિડ -19 પ્રતિરોધક સામગ્રી જેવી કે ફેસ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગનથી સ્ક્રીનિંગ થાય તે વ્યવસ્થા કરવી પડશે.
ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક અથવા સોશિયલ મીડિયા મારફત કરવાની બાબતને અગ્રતા આપવી.
ચૂંટણી સભા – રેલીમાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.
ડોર ટૂ ડોર પ્રચાર માટે વધુમાં વધુ પાંચ વ્યક્તિએ એક સાથે જવું.
જાહેર સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.