આગામી બે ત્રણ મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણી છે ત્યારે ચૂંટણી પહેલા જ પૂડુચેરીમાં કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે.
પૂડુચેરીમાં કોંગ્રેસની સરકારમાં બે રાજીનામાં બાદ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે જ્યાં બીજી તરફ રાજ્યના સીએમ વી. નારાયણસ્વામી દાવો કરી રહ્યા છે કે તેમની સરકાર અલ્પમતમાં નથી. નારાયણસ્વામીએ કહ્યું કે હજુ બે રાજીનામાં સ્વીકાર જ નથી થયા અને અને તેના પર અધ્યક્ષ વિચાર કરી રહ્યા છે.
નોંધનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય જૉન કુમારે મંગળવારે રાજીનામું આપ્યું હતું અને એક જ મહિનામાં આ ચોથા ધારાસભ્ય છે જેમણે રાજીનામું આપ્યું હોય
રાહુલ ગાંધી આવે તે પહેલા જ સરકાર અને પાર્ટીને ઝટકો
નોંધનીય છે કે આ રાજ્યમાં આગામી બે મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે અને ચૂંટણી માથે ઊભી છે ત્યાં જ સરકાર પર મોટો ખતરો આવ્યો છે.
જૉન કુમારના રાજીનામાં બાદ વિધાનસભામાં અધ્યક્ષ સહિત કોંગ્રેસના સદસ્યોની સંખ્યા દસ પર રહી ગઈ છે અને આ સિવાય ચાર ધારાસભ્યોનું સમર્થન સરકાર પાસે છે.
કિરણ બેદીને પદથી હટાવી દેવામાં આવ્યા
બીજી તરફ પૂડુચેરીમાં ગઇકાલે જ અચાનક રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદીને રાષ્ટ્રપતિએ પદ પરથી હટાવી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.