સવારે 7.30 વાગે વિશેષ મંત્રોચ્ચારણની સાથે કપાટ ખુલ્યા,પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી

મા ગંગાની પાલખી આજે સવારે ભૈરવ ઘાટીથી ગંગોત્રી માટે રવાના થઈ. સવારે 7.30 વાગે વિશેષ મંત્રોચ્ચારણની સાથે ગંગોત્રીના પંડા પુરોહિતોએ મર્યાદિત સંખ્યામાં પહોંચી ગંગોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. ગંગોત્રી ઘામ માટે કપાટ ખુલતા જ મા ગંગાના પરિસર જયકારોથી ગૂંજી ઉઠ્યુ. ખાસ વાત એ છે કે ગંગોત્રીમાં પંડા પુરોહિતોની પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રદેશના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના નામથી કરવામાં આવી અને ભેંટ પણ ચઢાવવામાં આવી.

હર્ષિલ, ધરાલી સહિત અન્ય સ્થાનોના લોકોએ દૂરથી મા ગંગાના દર્શન કર્યા. ભૈરવ ઘાટીમાં રાત્રી વિશ્રામ બાદ આજે સવારે 7.30 વાગે ગંગાના ઉદ્ગમ સ્થળ તરીકે પ્રખ્યાત ગંગોત્રી ધામના કપાટ વિધિ વિધાનની સાથે ખોલવામાં આવ્યા. આ વર્ષે આર્મીના બેન્ડની ધૂન પણ ગંગોત્રી ધામમાં ન સંભળાઈ. ગંગોત્રી મંદિર સમિતીના રવિન્દ્ર સેમવાલે કહ્યુ કે કોરોનાને કારણે મર્યાદિત સંસાધનોની સાથે ગંગોત્રી ધામમાં પૂજા પાઠ અને ગંગાની આરતીનું આયોજન દર રોજ કરવામાં આવશે.

ગંગોત્રી મંદિર સમિતીના અધ્યક્ષ સુરેશ સેમવાલે કહ્યુ કે વર્ષ 2020 હેઠળ આ વર્ષે પણ ગંગોત્રી ઘામના કપાટ સાદગીથી ખોલવામાં આવ્યા. કોરોનાની ગાઈલાઈનના હિસાબથી મંદિર પરિસરમાં પુરોહિત અને પ્રશાસનના કેટલાક લોકોએ ફરિયાદ કરી. મંદિરના કપાટ વિધિ વિધાનની સાથે ખોલી દેવામાં આવ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.