ગાંધીજી ની151મી જન્મજયંતિ છે. જેને લઇને બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવી છે.મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિને લઇને બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયાં હતા આ પ્રાર્થના સભામાં પ્રભારી મંત્રી જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક હાજર, ધારાસભ્ય બાબુ બોખીરિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.
CM રૂપાણીના બાપુની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધા સુમન
આજે પૂજ્ય બાપુની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતની તમામ જનતા વતી ભાવપૂર્ણ શ્રદ્ધા સુમન અર્પણ કરૂ છું. મહાત્મા ગાંધીએ હંમેશાં ‘સ્વ’ નો નહીં, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યક્તિ નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે. ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલંબન, સ્વદેશી અને ગ્રામ રાજ્યથી રામરાજ્યના વિચારો સનાતન છે. આજે 151 વર્ષ પછી પણ પૂજ્ય બાપુનાં વિચારો પ્રસ્તુત છે.
પૂજ્ય બાપુની કરણી અને કથનીમાં કોઈ તફાવત ન હતો એટલે જ તેમણે સત્યના પ્રયોગો દ્વારા પોતાનું જીવન જેવું છે તેવુ ‘ મારૂ જીવન એજ મારો સંદેશ ‘ ના ભાવથી આપણી સમક્ષ મૂક્યું છે. બાપુએ ક્યાંય કોઈ સત્તાનો મોહ ન રાખ્યો એ સત્તાથી જોજનો દુર રહ્યા અને દેશ માટે સદાસર્વદા ‘ત્યેન ત્યકતેન ભૂંજિથા’ ભાવથી સમર્પિત રહ્યા એ જ તેમને વિશ્વમાનવ બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.