જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના ઉદ્યોગનગરમાં ઓરીએન્ટ ફેકટરી પાછળ આવેલ મુરાદશાહપીર(અણીયારી પીર)ની દરગાહ વિસ્તારમાં પેશકદમી થઇ હતી અને ગૃહવિભાગના આદેશ પ્રમાણે ડિમોલીશનની સુચના મળતા પોરબંદરના વહિવટીતંત્રએ ડિમોલીશન હાથ ધર્યું હતું જ્યાં ૫૦૦૦ ચો.મી. જગ્યામાં દબાણ થયાનું બહાર આવતા વહિવટીતંત્રએ કડક હાથે કામ લઇને દબાણ દૂર કર્યું હતું. એ સમયે લઘુમતિઓનું ટોળું ઉશ્કેરાઇ ગયું હતું અને દરગાહે ચાદર લઇને જવા માટે નીકળ્યું હતું જેને અટકાવવામાં આવતા પોલીસ ઉપર પથ્થરમારો અને મારબલના ટુકડાઓનો ઘા કરવામાં આવ્યો હતો જેમાં પાંચ પોલીસ કર્મચારીઓને ઇજા થઇ હતી. પોલીસે પણ ત્રણ જેટલા ટીયરગેસના રાઉન્ડ છોડયા હતા અને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી જેમાં ૨૨ જેટલા મુસ્લીમ સમાજના ભાઇ બહેનો ઇજાગ્રસ્ત બનતા હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.
News Detail

આ બનાવમાં પોલીસ દ્વારા જુદી જુદી કલમો હેઠળ ૧૨૫ લોકોના નામજોગ અને ૧૦૦૦ જેટલા અજાણ્યા લોકો સામે ગુન્હો દાખલ થયો હતો જે પૈકી ૨૭ આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી અને તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા તમામના જામીન નામંજુર થતા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. કલમ ૩૦૮નો પણ ઉમેરો થયો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.