પોરબંદરમાં (Porbandar) ભાજપના જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. જેમાંથી એક પત્નીને ભાજપમાંથી (BJP) જ્યારે બીજા પત્નીને કોંગ્રેસે પાલિકામાં ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી લડતાં પત્ની તેમનાથી અલગ રહે છે. પતિએ ઘર ઉપર પથ્થરમારો કર્યો હોવાની જાણ તેમણે પોલીસને કરતાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પોરબંદર પાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 3માંથી ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુભાઈ સીડાના પ્રથમ પત્ની ઉષાબેનને ટિકિટ આપવામાં આવી હતી.
આ ચૂંટણીમાં કેશુ સીડાનું સમર્થન તેમની પહેલી પત્નીને છે. બીજી પત્નીની કોંગ્રેસમાંથી દાવેદારીથી ગિન્નાયા હતા. બીજી પત્નીની અન્ય પક્ષમાંથી દાવેદારી થતા તેમણે બીજી પત્નીના ઘર બહાર તોડફોડ કરી હતી. તેમજ ચૂંટણીમાંથી ખસી જવા અને પ્રચારમાં ન જવા તેમણે બીજી પત્નીને ધમકી આપી હતી. ત્યારે તેમનો ધમકીભર્યો અને અપશબ્દો બોલતો ઓડિયો પણ સામે આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.