વિક્રમ સંવત 2076, પોષ સુદ બીજ, શનિવાર રવિયોગ. મેષ આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ-વિઘ્ન બાદ પ્રગતિ જણાય. ગૃહવિવાદ ટાળજો. વૃષભ તણાવમુક્તિ અને ચિંતા હળવી થવાના આધ્યાત્મિક-યૌગિક ઉપાય ફળે. નાણાભીડનો ઉકેલ. મિથુન ધાર્યા કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેને દૂર કરવાનો હલ મળે. સ્નેહીથી મિલન. લાભની તક.કર્ક આપની સામાજિક અને વ્યવસાયિક બાબતો અંગે સંજોગ સુધરતા લાગે. ખર્ચનો પ્રસંગ. તબિયત ચિંતા. સિંહ ધીરજની કસોટી થતી લાગે. આપની ઉતાવળ કામ નહીં લાગે. સંજોગ જોઈ-સમજીને ચાલવું હિતાવહ.
કન્યા મૂંઝવણોના ઝંઝાવાતોમાંથી બહાર આવી શકશો. કોઈ સફળતાની આશા રહે. મિત્રની મદદ. તુલા આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. આપની ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.
કુંભ આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન-મુલાકાત. ગૃહજીવનમાં સંવાદિતા. મીન આપના વિરોધીઓના હાથ હેઠાં પડે. ફતેહની તક. કુદરતી મદદ મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.