પોષ સુદ નવમીએ ગુરુ કરશે પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ, શું કહે છે તમારી રાશિ જાણો, Video

વિક્રમ સંવત 2076, પોષ સુદ નવમી, શનિવાર પંચક, હરિ નવમી, ગુરુ પૂર્વાષાઢા નક્ષત્ર પ્રવેશ, ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ મેષ અંતઃકરણમાં આનંદની અનુભૂતિ થતી જણાય. સામાજિક પ્રસંગો અને કૌટુંબિક કાર્યો થઈ શકે. ખર્ચાળ અને દોડધૂપનો દિવસ.

વૃષભ પ્રતિકૂળતા અને મૂંઝવણમાંથી બહાર આવી શકશો. લાભની આશા ઠગારી નીવડતી લાગે. ગૃહજીવનના કામાં સાનુકૂળતા સર્જાતી જણાય.

મિથુન મનની મુરાદ મનમાં રહેતી લાગે. ધાર્યો લાભ અટકતો જણાય. સામાજિક અને કૌટુંબિક કાર્યોનું ફળ અટકતું લાગે. કર્ક મનઃસ્થિતિ મૂંઝવણભરી હશે તો આનંદભરી બનશે. મિત્રો-કુટુંબીજનોથી સંવાદિતા અનુભવાય. આરોગ્ય સચવાતું રહે.

સિંહ અવરોધ અને રુકાવટોને પાર કરી શકશો. સ્વજનો અંગે ખર્ચ વધે. જતું કરવાની ભાવનાથી શાંતિ મળે. કન્યા આપની ગૂંચવાયેલી સમસ્યાઓ હલ થાય. મિત્ર-સ્નેહીનો સહકાર મળે. પ્રવાસ-પર્યટનથી આનંદ. ખર્ચનો પ્રસંગ.

ધન ભગવાન ભલું કરતા જણાય. ધીરજ ફળે. પ્રવાસની તક. મિલન-મુલાકાત ફળે. મકર સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિત્રની મદદ. મુલાકાત. નવીન તક મળે.

તુલા સર્જક પરની શ્રદ્ધા ફળતી લાગે. ગૃહજીવનમાં સંવાદિતા વધે. ખર્ચ અટકાવજો. વૃશ્ચિક આપની અગત્યની કોઈ કામગીરીને આગળ ધપાવી શકશો. લાભદાયી તક. મિલન-મુલાકાત

કુંભ વ્યવસાયિક કામકાજ અંગે સાનુકૂળ તક મળે. ભાગ્ય બદલાતું જણાય. પ્રવાસ. મીન માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. ચિંતામાંથી બહાર આવી શકશો. શ્રદ્ધા સબૂરી કામ લાગે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.