વિક્રમ સંવત 2076, પોષ સુદ ત્રીજ, રવિવાર સૂર્ય પૂર્વાષાઢા નક્ષત્ર પ્રવેશ, શનિ લોપ પિૃમે, ચંદ્ર-શુક્રની યુતિ મેષ નોકરિયાતને કાર્યબોજ વધતો લાગે. તબિયત ચિંતા કરાવે. પ્રશ્નોનો હલ વિલંબિત જણાય. વૃષભ આપના અગત્યના કામકાજને પાર પાડવામાં વિઘ્ન જણાય. તબિયત સુધરે. ખર્ચ વધે
કન્યા સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા. સારો સંદેશ મળે. ખુદાની મહેરબાની મળે. તુલા લાભની આશા રાખી શકશો, પરંતુ ધીરજ જરૃરી ગણજો. આરોગ્ય જળવાય. વૃશ્ચિક માનસિક તણાવ દૂર થાય. આર્થિક પ્રશ્ન હલ કરી શકશો. સ્વજનનો સહકાર.
મિથુન કાર્ય સફળતાની તક સર્જાય. વિવાદ ટાળજો. પ્રવાસ ફળે. મિલન-મુલાકાત ફળે. કર્ક આપના માર્ગ આડે અંતરાય જણાય. વધુ પ્રયત્ને સફળતા. સ્નેહીથી મિલન થાય. સિંહ વધુ પડતી અપેક્ષા-આધાર વ્યર્થ જણાય. ખર્ચ પર કાબૂ રાખજો. પ્રવાસની તક.
ધન વ્યથા-વેદના, અકારણ ચિંતા દૂર થાય. કુદરતી મદદ ફળે. પ્રવાસ મજાનો જણાય. મકર આપની ધારણા ઊંધી ન વળી જાય તે જોજો. સ્વજન-મિત્રની મદદ મળે. ખર્ચ જણાય. કુંભ આપની કસોટી થતી લાગે. અલ્લાહ પરનો આધાર ઉગારી શકે. પ્રવાસ મજાનો રહે. મીન આપના વ્યવસાયિક પ્રશ્નો હલ થાય. ઇશ્વરેચ્છા બળવાન સમજવી. મુલાકાત ફળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.