- વિક્રમ સંવત 2076, પોષ સુદ તેરસ, બુધવાર પ્રદોષ વ્રત, જૈન રોહિણી તપ, શુક્ર કુંભ રાશિમાં, રવિયોગ મેષ આપના મહત્વના પ્રશ્નોને સૂલઝાવવાનો માર્ગ-ઉપાય- મદદ મળતા જણાય. વૃષભ આપના પ્રયત્નો અને ઇચ્છાઓનું ફળ દૂર ઠેલાતું લાગે. મિથુન આવક સામે જાવક વધતી લાગે. વિવાદથી દૂર રહેજો.
- કર્ક માનસિક તણાવ અને અશાંતિ દૂર થાય. અગત્યની મુલાકાત ફળે. સિંહ લાગણીઓ ઘવાતી જણાય, પરંતુ મન પર નહીં લો તો ખુશનુમા દિવસ પસાર થાય.
- કન્યા આપના ધાર્યા કામમાં વિલંબ જણાય કૌટુંબિક કામકાજોમાં સાનુકૂળતા. તુલા મનનાં ઓરતાં અધૂરાં ન રહે તે માટે અગાઉથી કાર્યશીલતા જરૃરી.
- વૃશ્ચિક આવેશ-ઉશ્કેરાટ પર કાબૂ રાખીને સંવાદિતા સર્જી શકશો. વિઘ્ન બાદ સફળતા. ધન દિલ કરતાં દિમાગથી કામ લેવાથી વધુ સરળતા અને સ્વસ્થતા જોવાય.
- મકર આપના નોકરી-ધંધાના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય. કુંભ નસીબના ભરોસે રહેવા કરતાં કર્મને જોરે ચાલવાથી ફળ મળે. મીન લોભ-લાલચ અને જલદી કમાણી કરવાનો ટૂંકો માર્ગ લાંબો સાબિત થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.